આપણે ગુજરાતીઓ ફરવાના ખુબ શોખીન હોઈએ છીએ. શિયાળા, ઉનાળા અને ચોમાસા. આ ત્રણેય ઋતુમાં આપણે ફરવા માટે અલગ અલગ જગ્યાઓ શોધતા હોઈએ છીએ. હાલ ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આવામાં હીલ સ્ટેશનો પર ફરવા જવાનું ખુબ ગમતું હોય છે.
ગુજરાતમાં પણ ઘણા સારા સારા હીલ સ્ટેશનો છે તથા ગુજરાતની આસપાસના રાજ્યોમાં પણ હવા ખાવાના સ્થળો છે. હાલમાં ઉનાળામાં ગુજરાતીઓ હિલ સ્ટેશનો પર ફરવા માટે જતા હોય છે.
ગુજરાતીઓને આજકાલ ખુબ ગમી રહ્યું છે
આવું જ એક હવા ખાવાનું સ્થળ છે જે આપણા ગુજરાતીઓને આજકાલ ખુબ ગમી રહ્યું છે. તમને એમ લાગતું હશે કે અહીં અમે સાપુતારા, ડોન હિલ સ્ટેશન કે વિલ્સન હીલ્સની વાત કરતા હોઈશું. પરંતુ ના અમે એક અલગ જ સ્થળની વાત કરવાના છીએ જે આમ તો આપણા પાડોશી રાજ્યમાં છે પરંતુ સાપુતારાથી ખુબ જ નજીક છે. ગુજરાતીઓને કેમ ગમે છે તે પણ જાણવા જેવું છે.
અદભૂત સ્થળ છે ફરવાનું
આમ તો ગુજરાતમાં જો હવા ખાવાનું એકમાત્ર સ્થળ ગણાતું હોય તો તે છે સાપુતારા. પરંતુ હવે તો ડોન, વિલ્સન હીલ્સ જેવા સ્થળો પણ હિલ સ્ટેશન તરીકે સારા એવા પ્રખ્યાત થયા છે. પરંતુ એક જગ્યા એવી છે કે જે સાપુતારાથી માત્ર 4 કિમી જેટલી દૂર છે પરંતુ આમ તે છે મહારાષ્ટ્રમાં. આ જગ્યાએ જવા માટે ગુજરાતીઓ રીતસરની પડાપડી કરી રહ્યા છે.
વનડે પિકનિક, સહિત ફરવાના સ્થળ તરીકે તો પ્રખ્યાત થઈ જ ગયું છે પરંતુ સાથે સાથે ગુજરાતીઓને હવે ત્યાં રોકાણ કરવાની પણ તાલાવેલી લાગી હોય તેવું જણાય છે.
સાપુતારા તેનાથી ચાર ડગલા ચડી જાય તેટલું સુંદર
તમને એમ થતું હશે કે આવું તે શું છે તે જગ્યામાં? સાપુતારા તેનાથી ચાર ડગલા ચડી જાય તેટલું સુંદર અને રમણીય છતાં તેને પડતું મૂકીને ગુજરાતીઓ કેમ આ જગ્યાએ જવા માટે ફાંફાં મારે છે. ખાસ જાણો તેનું કારણ ગુજરાતમાં આમ તો ફરવા માટે ઘણા સ્થળો છે જ્યાં જઈને તમે કુદરતના સાનિધ્યમાં શાંતિનો અનુભવ કરી શકો છો. કેટલાક શોખિનો અહીં એટલા માટે પહોંચે છે કે અહીં છૂટછાટ મળે છે.
નવી જગ્યા જ્યાં દારૂની છૂટ છે
અહીં જે જગ્યાની વાત કરીએ છીએ તે જગ્યા આમ તો આપણા સાપુતારાથી ખુબ જ નજીક, 4 કિમી જેટલા અંતરે આવેલી છે પરંતુ તે ગુજરાતમાં નહીં મહારાષ્ટ્રમાં છે. ગુજરાતીઓની નવી પસંદગી બનેલી આ જગ્યાનું નામ છે Hatgad હતગડ. સુવિધાઓ જો કે તમને કઈ બહુ જોવા મળે નહીં છતાં ત્યાં રીતસરની ગુજરાતીઓની ફરવા માટેની તો ખરી પરંતુ સાથે સાથે ત્યાં રોકાણ કરવા માટેની પણ હોડ જામી છે.
1 હજાર કરોડનું ગુજરાતીઓનું રોકાણ
એક રિપોર્ટ મુજબ છેલ્લા એક દાયકામાં હતગડમાં ગુજરાતી રોકાણકારોએ 1 હજાર કરોડથી વધુની જમીન અને બિલ્ડિંગોમાં રોકાણ કરેલું છે. વાત જાણે એમ છે કે અહીં દારૂની છૂટ છે જેના કારણે પ્રવાસન સ્થળ તરીકે ઊભરી રહ્યું છે. જ્યારે સાપુતારામાં દારૂબંધી છે.
હતગડનો દારૂ છૂટને કારણે જે વિકાસ વધી રહ્યો છે
હતગડમાં હવે તો આલીશાન હોટલો, રિસોર્ટ બની રહ્યા છે. રેડીશન બ્લ્યુ ફાઈવ સ્ટાર હોટલ, મહિન્દ્રા ક્લબ, સ્ટ્રોબેરી હિલ રિસોર્ટ, સહિતની કરોડોના ખર્ચે બની રહેલા રિસોર્ટ અને હોટલ એ વાતની સાક્ષી પૂરે છે કે હતગડ લોકોને ખુબ આકર્ષી રહ્યું છે. નવાઈની વાત એ છે કે આ જે રોકાણ જોવા મળી રહ્યું છે તેમાં પણ મોટાભાગે ગુજરાતીઓનો ફાળો છે.
જો કે હતગડનો દારૂ છૂટને કારણે જે વિકાસ વધી રહ્યો છે તે સાપુતારા માટે જાણે ચિંતાનો વિષય બની રહ્યો છે. સાપુતારાના હોટલ માલિકોનું તો એવું પણ માનવું છે કે સરકારી નિયમોને આધીન સાપુતારામાં પણ હવે છૂટ મળવી જોઈએ.
Note :
किसी भी हेल्थ टिप्स को अपनाने से पहले डॉक्टर की सलाह अवश्य ले. क्योकि आपके शरीर के अनुसार क्या उचित है या कितना उचित है वो आपके डॉक्टर के अलावा कोई बेहतर नहीं जानता
Tags:
Travel