શરીરનો બધો જ ભાર આપણા બંને પગ પર જ હોય છે. આના દ્વારા જ આપણે ઉભા થઇ શકીએ છીએ, ચાલી શકીએ છે, ફરી શકીયે છે, બેસી શકીએ છીએ.જેથી પગ થાકી જાય છે. તેથી જો સંપૂર્ણ તળિયાની માલિશ કરવામાં આવે તો અનેક પ્રકારની તકલીફો દૂર થાય છે. અને તેને આરામ પણ મળે છે. શરીરની માલિશ કરવાના ફાયદા તો તમે ખૂબ સાંભળ્યા હશે.
પરંતુ શું તમે જાણો છો પગના તળિયાને ઘસવાથી પણ સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા થાય છે. જી હા આ બિલકુલ સાચી વાત છે. તમે મોટાભાગે જોયું હશે કે ઘણા બધા લોકો ઠંડી લાગવાની સાથે જ શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ હાથની હથેળીઓ અને પગના તળિયા ઘસે છે.
કારણ કે આમ કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન અને બ્લડનો પ્રવાહ વધે છે. માત્ર એટલું જ નહીં તેનાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા પણ મળે છે. પરંતુ મોટા ભાગે લોકો આ વાતને લઈને ખૂબ જ મૂંઝવણમાં રહે છે કે પગના તળિયા કેવી રીતે ઘસવાથી સ્વાસ્થ્ય માટે લાભદાયક બને છે કે પછી પગના તળિયાને ઘસવાની યોગ્ય રીત કઈ છે? આ વિષય પર આયુર્વેદિક ડોક્ટરે વધુ જાણકારી આપતા પગના તળિયા ઘસવાના ફાયદા જણાવ્યા છે અને તે કેવી રીતે કરી શકાય તે પણ જણાવ્યું છે.
પગના તળિયા ઘસવાના ફાયદા:-
1) શરીરમાં ગરમી આવે છે:- ઠંડીની ઋતુમાં શરીરને ગરમી આપવા માટે પગના તળિયા ઘસવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ શરીરને ગરમી પ્રદાન કરવાની સૌથી સરળ અને અસરકારક રીત છે. તેનાથી શરીરને તરત જ ગરમી પ્રદાન કરવામાં મદદ મળે છે.2) તણાવ દૂર થાય છે:- જ્યારે તમે પગના તળિયા ઘસો છો તો તેનાથી તમે આરામદાયક હોવાનો અહેસાસ કરો છો. સાથે જ મગજ પણ શાંત થાય છે. તેનાથી તણાવ ઓછો થાય છે અને તમે ખૂબ જ ખુશ હોવાનો અહેસાસ કરો છો.
3) બ્લડ સર્ક્યુલેશન સારું થાય:- શરીરના દરેક અંગો સુધી લોહી પહોંચાડવા અને બ્લડ સર્ક્યુલેશન માં સુધારો કરવામાં આ રીત ખૂબ જ લાભદાયક છે. જ્યારે તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે તો શરીરના દરેક અંગોને પૂરતું પોષણ પહોંચે છે અને દરેક અંગ સ્વસ્થ રહે છે.
4) માસપેશીઓની જકડન દૂર થાય:- પગના સાંધા, માસપેશીઓ અને ઘુટી વગેરેમાં જકડન દૂર કરવામાં પગના તળિયા ઘસવાથી ખૂબ જ લાભ થાય છે. સાથે જ તેમાં સોજો અને દુખાવા થી રાહત મેળવવામાં મદદ મળે છે. આ તમારા પગની એડી અને સાંધાને પણ મજબૂત બનાવે છે.
5) ઊંઘ સારી આવે:- જો તમે રાત્રે સુતા પહેલા પગના તળિયા ઘસો છો કે તેની માલિશ કરો છો તો તેનાથી તમને રાત્રે જલ્દી ઊંઘવામાં અને સારી ઊંઘ લાવવામાં મદદ મળે છે. આ તણાવ અને ચિંતા જેવી સમસ્યાઓને દૂર કરીને મગજને શાંત કરે છે. તેનાથી અનિંદ્રા ની સમસ્યા દૂર થાય છે અને ઊંઘ સારી આવે છે.
પગના તળિયા કેવી રીતે ઘસવા ફાયદો ?
પગના તળિયા ઘસવા ખૂબ જ સરળ છે. તમારા હાથની હથેળીઓની મદદથી પગના તળિયાને ઘસવા કે તેની માલિશ કરી શકો છો. તમે પગના તળિયા ઘસવા કે માલિશ કરવા માટે સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી પણ ખૂબ જ ગજબ ના ફાયદા મળશે.
Note :
किसी भी हेल्थ टिप्स को अपनाने से पहले डॉक्टर की सलाह अवश्य ले. क्योकि आपके शरीर के अनुसार क्या उचित है या कितना उचित है वो आपके डॉक्टर के अलावा कोई बेहतर नहीं जानता