લીંબુ અને કપૂર એસીડીટી, દાંત અને પેટના દુખાવા સહિત વાળની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ



આ બે વસ્તુનું મિશ્રણ ગેસ, એસીડીટી, દાંત અને પેટના દુખાવા સહિત વાળની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ, જાણો ઉપયોગ કરવાની રીત પેટ અને પગની ગંદકી થઈ જશે સાફ…

લીંબુ અને કપૂર એસીડીટી, દાંત અને પેટના દુખાવા સહિત વાળની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ


લીંબુ અને કપૂર આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલ વિટામીન-સી શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવાનું કામ કરે છે, તેની સાથે જ લીંબુ વજન ઓછું કરવા માટે પણ ખુબ જ મદદરૂપ થાય છે. પરંતુ જો તમે લીંબુની સાથે કપૂરનો ઉપયોગ કરશો તો તમને ઘણા બધા લાભ થશે. લીંબુ અને કપૂરનું મિશ્રણ ત્વચા અને વાળની સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. આ બંનેના ઉપયોગથી પેટનો દુખાવો અને દાંતના દુખાવામાં પણ આરામ મળી શકે છે. લીંબુ અને કપૂરના ફાયદા વિશે વિસ્તારથી જાણીએ આયુર્વેદાચાર્ય પાસેથી.

લીંબુ અને કપૂરના ફાયદા : એક બાજુ લીંબુ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને ત્યાં જ કપૂરનો ઉપયોગ પણ ઘણી બધી સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. જ્યારે લીંબુ અને કપૂરને એક સાથે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તેના ફાયદા વધી જાય છે. તેની માટે તમારે નેચરલ કપૂરનો ઉપયોગ કરવાનો હોય છે, તેને ભીમસેની કપૂર પણ કહેવામાં આવે છે. ભીમસેની કપૂર પૂજા-પાઠ માટે ઉપયોગમાં લેવામાં આવતા કપૂરથી અલગ હોય છે. તેમાં કેમિકલ ઉમેરેલું હોય છે. જાણીએ લીંબુ અને કપૂરના ફાયદા.

1 ) દાંતના દુખાવામાં : લીંબુ અને કપૂરનો ઉપયોગ દાંતના દુખાવા માટે કરવામાં આવે છે. દાંતમાં દુખાવો થાય ત્યારે પ્રભાવિત સ્થાન ઉપર લીંબુનો રસ અને કપૂર ઉમેરીને ત્યાં લગાવો, તમે આ બંનેના મિશ્રણથી કોગળા પણ કરી શકો છો. તેનાથી દાંતના દુખાવામાં ખુબ જ આરામ મળશે. કેવીટી પણ ધીમે ધીમે પૂરી થઈ જશે, આયુર્વેદમાં દાંતમાં કીડા થઈ જાય ત્યારે ભીમસેની કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે.

2 ) પેટના દુખાવાનો દેશી ઉપચાર : આજકાલ ખોટી ખાણી પીણી અને ખરાબ આદતોને કારણે લગભગ લોકોને પેટમાં દુખાવો થયા કરે છે, અને આ પેટના દુખાવાનું કારણ છે લોકોમાં પેટમાં ગેસ,એસીડીટી, બળતરા અને દુખાવાનો અનુભવ થાય છે. તે દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે લીંબુ અને કપૂરને ઘરેલુ ઉપાય રૂપે તેનો ઉપયોગ કરી શકો છો, તેની માટે લીંબુના રસમાં કપૂર, હિંગ અજમો અને ફુદીનાનો રસ ઉમેરો, અને આ મિશ્રણનું સેવન કરો. તેનું સેવન કરવાથી પેટના દુખાવામાં આરામ મળશે અને તે વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.

3 ) માથામાંથી ઝૂ બહાર કાઢવા માટે : આયુર્વેદાચાર્ય જણાવે છે કે, કપૂર માથાના ઝૂ ને દુર કરવા માટેનો એક કારગર ઉપાય છે. લીંબુ અને કપૂરના મિશ્રણનો ઉપયોગ તમે કરી શકો છો. તેની માટે સુહાગાને તવા ઉપર શેકો, ત્યાર બાદ લીંબુના રસમાં સુહાગા અને કપૂર ઉમેરો, આ મિશ્રણને રાત્રે સૂતી વખતે માથામાં લગાવો અને સવારે હર્બલ શેમ્પૂથી વાળ ધૂઓ. તેનાથી માથામાં પડેલ જુઓ મરી જાય છે, અને સારા રીઝલ્ટ માટે તમે આ ઘરેલુ ઉપાયને અઠવાડિયામાં એક વખત કરી શકો છો, આયુર્વેદાચાર્ય જણાવે છે કે, આ ઉપયોગથી માથામાં ખંજવાળની સમસ્યા દૂર થઈ જાય છે અને ઝૂ કાઢવાનો ખુબ જ ઘરેલું અને સારો ઉપચાર છે.

4 ) ખરતા વાળ માટે : ખરતા વાળને રોકવા માટે લીંબુ અને કપૂરનો ઉપયોગ કરી શકો છો, તેની માટે લીંબુના રસમાં કપૂર ઉમેરો અને રાતના સમયે આ મિશ્રણને વાળ ઉપર લગાવો, સવારે કોઈ પણ માઇલ્ડ શેમ્પૂથી વાળ ધુઓ. તેનાથી વાળનું ખરવું બંધ થઈ જશે, અને તેની સાથે જ ખોડામાંથી પણ છુટકારો મળશે.

5 ) પગની ગંદકી દૂર કરવા માટે : પગની ગંદકી અને ટેનિંગ કાઢવા માટે તમે લીંબુનો રસ અને કપૂરનો ઉપયોગ કરી શકો છો. તેની માટે એક ટબમાં ગરમ પાણી લો ત્યારબાદ તેમાં બે ચમચી લીંબુનો રસ અને કપૂર નાખો, અને તેમાં પગ ડુબાડી રાખો. અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ ઘરેલુ ઉપાયોનો ઉપયોગ કરવાથી પગની ગંદકી નીકળી જશે અને પગ મુલાયમ તથા સુંદર બનશે.

આયુર્વેદાચાર્ય જણાવે છે કે, આ ઘરેલુ ઉપાય છે. તેનો ઉપયોગ સંપૂર્ણ ઇલાજના રૂપમાં કરી શકાતો નથી, તેથી જો તમને કોઈ સમસ્યા છે તો ડોક્ટરની સલાહ જરૂર લો.


Note :

किसी भी हेल्थ टिप्स को अपनाने से पहले डॉक्टर की सलाह अवश्य ले. क्योकि आपके शरीर के अनुसार क्या उचित है या कितना उचित है वो आपके डॉक्टर के अलावा कोई बेहतर नहीं जानता


Post a Comment

Previous Post Next Post