હરસ - મસા નો રામબાણ ઈલાજ ! જાણો



આજકાલની ખાણીપીણીને કારણે લોકોને અવનવા રોગો થાય છે અને અમુક રોગો તો એવા હોય છે જે સહી પણ ના શકાય અને કહી પણ ના શકાય. જી, હા મિત્રો અમુક રોગોની પીડા એટલી દુખદાયક હોય છે અને ઘણા રોગો પણ એવા હોય છે જે બીજાને જણાવતા સંકોચ અનુભવે છે.

હરસ - મસા નો રામબાણ ઈલાજ ! જાણો


આજે અમે એક એવા રોગના ઈલાજ વિષે જણાવવા જઈ રહયા છીએ જેના વિષે જણાવતા ઘણા લોકો સંકોચ અનુભવે છે. આ રોગનું નામ છે હરસ-મસા. જી, હા મિત્રો આ હરસ- મસની સમસ્યાને જો શરૂઆતમાં ધ્યાન ના આપવામાં આવે તો તે ભગંદર જેવુ ગંભીર રૂપ ધારણ કરી શકે છે અને અંતે અસહ્ય પીડાને કારણે ઓપરેશન પણ કરાવવું પડે છે.

હરસ 2 પ્રકારની હોય છે. સામાન્ય ભાષામાં તેને લોહી અને બાદી હરસ ના નામથી ઓળખવામાં આવે છે. જો આ રોગનું શરૂઆતથી જ ધ્યાન આપવામાં આવે તો તેને આગળ વધતો રોકી શકાય છે. હરસ મસા થવાનું મુખ્ય કારણ કબજીયાત છે. કબજીયાત દરેક રોગોનું મૂળ છે. કબજિયાતથી અપચો જેવી સમસ્યાઓ થાય છે જેમાંથી ધીમે ધીમે લાંબો સમય રહેવાથી હરસ-મસા થઈ જાય છે.

લીવરની કોઈ બીમારી કે એવી કોઈ દવાઓનાં કારણે તેની આડઅસરથી પણ મસાઓ થતા હોય છે. આ હરસ મસા ખાસ તો જે લોકોનું બેઠાડું જીવન હોય, પરિશ્રમનો અભાવ હોય, તેવા લોકોને ખાસ હરસ મસા થતા હોય છે. જે લોકોને તીખું, તળેલું અને તમતમતું ખાવાનો શોખ હોય,આવું મસાલાદાર ખાનારા લોકોને હરસ મસા થાય છે.

હરસ-માસના કોઈપણ ઈલાજ સમયે મસાલેદાર, તીખું તળેલું કે તમતમતું ખાવાનું છોડી દેવું. આ ઉપચાર કરવાની કોઈ જ આડ અસર નથી. આ હરસમસાના આયુર્વેદિક ઉપચાર માટે બે ચમચી કાળા તલ લેવા. આ તલને મિક્સરમાં નાખીને પીસી લેવા. આ પછી બે ચમચી ગાયનું માખણ લેવું. આ બંનેને મિક્સ કરી લેવું. આ બરાબર મિક્સ કરીને તેમાં અડધી ચમચી સાકર ઉમેરવી. આ પછી આ ત્રણેય વસ્તુને મિક્સ કરી આ વસ્તુને સવારે અને સાંજે એમ દિવસમાં બે વખત લેવી. આ મિશ્રણને ખાધા બાદ ગાયનું ગરમ દૂધ પીવું.

કાળા તલ અને માખણ હરસ મસા માટે રામબાણ ઉપાય છે. આ પીધા બાદ દરરોજ જમ્યા બાદ એક ગ્લાસ મોળી છાશ લેવી. આ મોળી છાશમાં અડધી ચમચી જીરાનું ચૂર્ણ, અડધી ચમચી મરીનું ચૂર્ણ અને અડધી ચમચી સિંધાલુણ મીઠું નાખીને જમ્યા બાદ પીવી. આ ઉપચાર હરસ મસા માટે ખુબ જ સારો, સરળ અને સચોટ તેમજ ઘરે જ થઈ શકે તેવો ઉપચાર છે. આ ઉપચાર કરવાથી હરસ મસા આગળ વધતા અટકી જશે અને ચાલુ રાખશો એટલે હરસ મસા ધીમે ધીમે જડમૂળમાંથી મટી જશે.

કબજિયાત પાઈલ્સ થવાનું એક મોટું કારણ હોવાથી તેને કંટ્રોલમાં રાખવા રોજ ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું. જેથી પેટ સાફ થઈ જાય. પાઈલ્સની પ્રોબ્લેમમાં થોડાં દિવસ રોજ રાતે 1 કપ ગરમ દૂધમાં 1 ચમચી દીવેલ મિક્સ કરીને પીવો.

મળમાર્ગ-ગુદામાં ચીરા પડયા હોય અને હરસ થયા હોય તેમણે થોડા દિવસ રાત્રે એક ચમચો દિવેલ દૂધમાં પીવું. સવારે પાકા કોઠા ના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવી શરબત બનાવી 15 દિવસ સુધી પીવાથી હરસ નાબૂદ થાય છે.


Note :

किसी भी हेल्थ टिप्स को अपनाने से पहले डॉक्टर की सलाह अवश्य ले. क्योकि आपके शरीर के अनुसार क्या उचित है या कितना उचित है वो आपके डॉक्टर के अलावा कोई बेहतर नहीं जानता


Post a Comment

Previous Post Next Post