કાળો દોરો આ 5 રાશીને માટે છે વરદાન ! જાણોકાળો દોરો બાંધવા માટે મંગળવાર (Tuesday) કે શનિવારનો દિવસ પસંદ કરવો જોઈએ. આ દિવસે જમણા પગમાં કાળો દોરો બાંધવો ખૂબ જ શુભ મનાય છે. આ દિવસોમાં કાળો દોરો બાંધવાથી વ્યક્તિના જીવનમાં આર્થિક સમૃદ્ધિનું આગમન થતું હોવાની માન્યતા પ્રચલિત છે.કઈ રાશિ માટે કાળો દોરો બાંધવો શુભ છે ?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા, મકર અને કુંભ રાશિના લોકો માટે કાળો દોરો પહેરવો સૌથી શુભ માનવામાં આવે છે. કારણ કે તુલા રાશિ શનિની ઉચ્ચ રાશિ છે. તો બીજી તરફ શનિ મકર અને કુંભ રાશિનો સ્વામી છે. એવું પણ માનવામાં આવે છે કે આ રાશિના લોકો માટે રોજગાર, પ્રગતિ અને ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે કાળો દોરો પહેરવો ખૂબ જ મદદગાર છે. કાળો દોરો પહેરવાથી આ રાશિવાળા લોકોના જીવનમાંથી દુ:ખ અને ગરીબી દૂર થઈ જાય છે.

કઈ રાશિ માટે કાળો દોરો બાંધવો અશુભ છે ?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બે રાશિના લોકોએ કાળો દોરો બાંધવાનું ટાળવું જોઈએ. પ્રથમ રાશિ વૃશ્ચિક છે અને બીજું રાશિ મેષ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે અને મંગળનો રંગ લાલ છે. એવું માનવામાં આવે છે કે, મંગળ કાળા રંગને નફરત કરે છે. તેથી વૃશ્ચિક રાશિના લોકોએ કાળો દોરો બિલકુલ ન પહેરવો જોઈએ. આ રાશિના લોકો પર તેની પ્રતિકૂળ અને નકારાત્મક અસરો થઈ શકે છે.

બીજી તરફ મેષ રાશિનો સ્વામી મંગળ પણ છે. આ કારણથી મેષ રાશિ માટે કાળો દોરો પહેરવો અશુભ હોઈ શકે છે. જો આ બંને રાશિના લોકો કાળો દોરો પહેરે છે તો તેમને ખરાબ પરિણામનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષ અનુસાર આ લોકોને ધન, સન્માન અને સ્વાસ્થ્યનું નુકસાન થઈ શકે છે. સાથે જ પરિવારનું વાતાવરણ પણ બગડી શકે છે.

કાળો દોરો બાંધવાના નિયમ !

⦁ કાળા દોરાને હંમેશા અભિમંત્રિત કરીને જ બાંધવો જોઈએ. આ માટે કોઈ જ્યોતિષની સલાહ જરૂર લેવી જોઈએ.

⦁ કાળો દોરો બાંધનાર વ્યક્તિએ રુદ્ર ગાયત્રી મંત્રના જાપ કરવા જોઈએ. આ મંત્ર છે, “ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્ ।”

⦁ કાળો દોરો બાંધવા માટે મંગળવાર કે શનિવારનો દિવસ પસંદ કરવો જોઈએ. આ દિવસે જમણા પગમાં કાળો દોરો બાંધવો ખૂબ જ શુભ મનાય છે. આ દિવસોમાં કાળો દોરો બાંધવાથી વ્યક્તિના જીવનમાં આર્થિક સુખ-સમૃદ્ધિનું આગમન થતું હોવાની માન્યતા પ્રચલિત છે.

⦁ યાદ રાખો, શરીરના જે પણ ભાગમાં કાળો દોરો બાંધી રહ્યા હોવ તે ભાગમાં બીજા કોઈપણ રંગનો દોરો ન બાંધો.

કયા હાથે અને કયા દિવસે કાળો દોરો બાંધવો શુભ છે?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવાર અને મંગળવારે કાળો દોરો બાંધવો સૌથી શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો કોઈ વ્યક્તિ મંગળવારે કાળો દોરો બાંધે તો તેના ઘરમાં લક્ષ્મીનું આગમન થવા લાગે છે. તેમના પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. આ સાથે તમને જણાવી દઈએ કે તેને જમણા હાથ અને પગમાં બાંધવું સારું માનવામાં આવે છે.Note :

किसी भी हेल्थ टिप्स को अपनाने से पहले डॉक्टर की सलाह अवश्य ले. क्योकि आपके शरीर के अनुसार क्या उचित है या कितना उचित है वो आपके डॉक्टर के अलावा कोई बेहतर नहीं जानता


Post a Comment

Previous Post Next Post