ગરમીના કારણે રાત્રે ધાબા પર સુવા જતા લોકો સાવધાન



અમદાવાદ સહિત ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં ગરમીનો પારો ધીરે ધીરે ઉપર ચડી રહ્યો છે અને ગરમીના કારણે લોકો રાત્રે ધાબા પર સુવા જતા હોય છે પરંતુ ઘણી વખત ચોર અને તસ્કરો દ્વારા જ્યારે ધાબા ઉપર સૂતા હોય ત્યારે ચોરીને અંજામ અપાતો હોય છે.અમદાવાદ શહેરમાં આવી જ એક ઘટના સામે આવી છે જેમાં ગરમી નો લાભ લઈને ચોરો



દ્વારા રાત્રિના સમય ધાબા ઉપર સૂતેલા લોકો ના મોબાઇલ ચોરી કરીને પોલીસના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા છે. પોલીસે આરોપી પાસેથી 11 ફોન કબજે કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ખાસ વાત તો એ છે કે અમદાવાદ ની અંદર આવેલા રામોલ પોલીસે બે આરોપીઓને પકડ્યા છે.

પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બે વ્યક્તિઓની ધરપકડ કરીને તપાસ કરતાં ઘણી બધી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. ખાસ કરીને પોલીસને આરોપીઓએ ની પાસે થી અલગ અલગ કંપનીના 11 જેટલા મોબાઇલ મળ્યા છે અને રાત્રે લોકો જ્યારે ધાબા ઉપર સૂતા હોય ત્યારે આ ચોરીને અંજામ આપવામાં આવે છે.

પોલીસે 11 જેટલા મોબાઇલ અને મોટરસાયકલ સહિત એક લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની સાથે એક આરોપીનું નામ સુલતાન તેની ધરપકડ કરીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.આરોપીની પૂછપરછ દરમિયાન એવી પણ જાણકારી સામે આવી હતી કયા ગુના ની અંદર વોન્ટેડ આરોપી એટલે કે

આકાશ સાથે આ બંને આરોપી ગરમી નો સમયગાળો હોવાના કારણે લોકો ધાબા ઉપર સુતા હોય છે ત્યારે તેઓ ધાબા ઉપર ચડી ને સુઈ રહેલા વ્યક્તિઓ ના મોબાઇલની ચોરી કરતા હોય છે.સાથે સાથે ઘરની અંદર પ્રવેશીને તિજોરી તોડી ને જે કોઈપણ મુદ્દામાં હોય તેની પણ ચોરી કરી લેતા હોય છે

તેમ જ આ ત્રણેય આરોપી દ્વારા જેટલી પણ વસ્તુ ચોરી કરી હોય તે નો મુદ્દામાલ વહેંચી લેતા હોય છે. તેઓ એક જ સોસાયટીમાં થી પાંચ જેટલા મોબાઇલની ચોરી કરી હોવાની પણ કબુલાત કરી હતી.આરોપીઓ પકડાયા બાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચાર જેટલા ગુનાઓ અને ઇસનપુર પોલીસ સ્ટેશન થયેલા ગુનાઓ સહિત ઘણા બધા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ સમગ્ર ઘટના રામોલ પોલીસે આ ખુણાની અંદર વોન્ટેડ આરોપીને પકડવાની તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવે છે.

તમે આ લેખ “Speed News” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “SpeedNews” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.


Note :

किसी भी हेल्थ टिप्स को अपनाने से पहले डॉक्टर की सलाह अवश्य ले. क्योकि आपके शरीर के अनुसार क्या उचित है या कितना उचित है वो आपके डॉक्टर के अलावा कोई बेहतर नहीं जानता


Post a Comment

Previous Post Next Post