આધાર કાર્ડમાં ફોટો પસંદ નથી ? આ છે સરળ રીત



સામાન્ય રીતે આપણે જોઈએ છીએતે, મોટાભાગનાં લોકોનાં આધાર કાર્ડમાં ફોટો સારી રીતે પ્રિંટ થતાં નથી. ખરાબ ફોટાને કારણે ઘણીવાર લોકોને પોતાનું આધાર કાર્ડ (Aadhaar Card) બતાવવામાં સંકોચ અનુભવાય છે. જો તમારો ફોટો પણ આધાર કાર્ડમાં (Aadhaar Card)સારો નથી દેખાઈ રહ્યો તો ઘરે બેઠા-બેઠા જ તમે તેને ચેન્જ કરી શકો છો. તેના સિવાય વધારે ખરાબ ફોટો હોવા પર ઘણીવાર ઓળખની પરેશાની ઉભી થઈ જાય છે. એવામાં કોઈ પણ પરેશાનીથી બચવા માટે તમારે આધારકાર્ડ(Aadhaar Card)ને સમય-સમય પર અપડેટ કરાવવાની જરૂર રહે છે.



તમને જણાવી દઈએકે,આધારકાર્ડમાં દરેક ભારતીય નાગરિક ડેટાબેસ જેવાંકે, નામ, સરનામું, મોબાઈલ નંબર, ફોટાની સાથે તેમની બાયોમેટ્રિક જાણકારી વગેરે હોય છે. આ બધી જ જાણકારી સાચી હોવાની સાથે અપડેટ પણ હોતા રહેવું જોઈએ. આપણે ઘણીવાર જોઈએ છીએ કે,લોકો પોતાના મોબાઈલ નંબર બદલી નાંખે છે. પરંતુ તેને બેંક ખાતા, આધારકાર્ડ (Aadhaar Card)તેમજ સરકારી રેકોર્ડમાં અપડેટ કરાવતા નથી. આ કારણે બેંકિંગ છેતરપિંડીની સહિત ઘણી અન્ય મુસીબતોનો સામનો કરવો પડે છે. જો તમે પણ આધાર કાર્ડમાં ઘરેબેઠા પોતાનો ફોટો અપડેટ કરવા માંગો છો તો આ સરળ રીતોને અપનાવી શકો છો.

આધાર કાર્ડ પરનો ફોટો ઓનલાઈન બદલી શકાતો નથી. આધાર સેવા કેન્દ્રમાં હાજર આધાર એક્ઝિક્યુટિવ યુઝરનો ફોટોગ્રાફ લેશે અને સ્થળ પર જ આધાર કાર્ડ અપડેટ કરશે. આધાર કાર્ડની માહિતી અપડેટ કરવામાં 90 દિવસ જેટલો સમય લાગી શકે છે.

Aadhaar Card Photo Change Method 1

પહેલી રીત: નજીકનાં કેન્દ્ર પર જઈને Aadhaar Cardમાં ફોટો બદલાવો

  • સૌથી પહેલાં તમે UIDAIની સત્તાવાર વેબસાઈટને ખોલો
  • Get Aadhaarમાં આધાર નામાંકન/ અપડેટ ફોર્મને ડાઉનલોડ કરો.
  • હવે ફોર્મને સારી રીતે ભર્યા બાદ આધાર નામાંકન કેન્દ્રમાં જઈને જમા કરી દો.
  • કેન્દ્ર પર તમને બાયોમેટ્રિક ડેટાને ફરીથી કેપ્ચર કરવાના રહેશે.
  • આ પ્રોસેસમાં ફોટો, ફિંગરપ્રિંટ, રેટિના સ્કેન સામેલ છે.
  • આવુ કરવાથી આધાર ડિટેલ્સ અપડેટ થઈ જશે
  • અપડેટેડ પિક્ચરની સાથે નવું આધાર કાર્ડ લગભગ 90 દિવસોની અંદર મળશે.

Aadhaar Card Photo Change Method 2

બીજી રીત: POST દ્વારા આ રીતે કરો Aadhaarમાં ફોટામાં બદલાવ

  • UIDAI પોર્ટલ પર ‘Aadhaar Card Update Correction’ ફોર્મને ડાઉનલોડ કરો
  • ફોર્મમાં પૂછવામાં આવેલી દરેક જાણકારી ભરો
  • UIDAIનાં ક્ષેત્રીય કાર્યાલયના નામે આધારકાર્ડ અપડેટ કરાવવા માટે પત્ર લખો.
  • પત્રની સાથે પોતાના સ્વ-પ્રમાણિત ફોટો(સાઈન કરીને)ને અટેચ કરી દો.
  • ફોર્મ અને પત્ર બંનેને UIDAIનાં કાર્યાલયનું સરનામું લખીને પોસ્ટ કરો.
  • ઘરની પાસેનાં UIDAI કેન્દ્રનું સરનામું ઓનલાઈન સાઈટ પરથી મળી જાય છે.
  • બે સપ્તાહની અંદર નવા ફોટોગ્રાફની સાથે નવું આધાર કાર્ડ મળી જશે.

પોતાની આધાર માહિતી અપડેટ કરવા માટે કોઇ વ્યક્તિ નજીકના આધાર નોંધણી કેન્દ્ર પર જઇ શકે છે અથવા આધાર સેવા કેન્દ્ર ડાઉનલોડ કરી શકે છે. આધાર સેવા કેન્દ્રને ડાઉનલોડ કર્યા બાદ ફોર્મને સચોટ માહિતી સાથે ધ્યાનથી ભરવાનું રહેશે. ફોર્મને એક્ઝિક્યુટ પાસે જમા કરાવો અને બાયોમેટ્રિક આપો. એક્ઝિક્યુટિવ ફોર્મ લીધા બાદ તમારી લાઇવ ફોટો લેશે. માહિતી અપડેટ કરવા માટે 100 રુપિયા ઉપરાંત GST ચાર્જ આપવાનો રહે છે. આધાર ડિટેલ્સને અપડેટ કરવા માટે એક્ઝિક્યુટિવ દ્વારા તમામ જરુરી પ્રક્રિયાઓ પૂરી થયા પછી તમને એક URN સાથે પાવતી આપવામાં આવશે. અપડેટ માહિતીને ટ્રેક કરવા માટે Update Request Number નો ઉપયોગ કરી શકાય છે.


Note :

किसी भी हेल्थ टिप्स को अपनाने से पहले डॉक्टर की सलाह अवश्य ले. क्योकि आपके शरीर के अनुसार क्या उचित है या कितना उचित है वो आपके डॉक्टर के अलावा कोई बेहतर नहीं जानता


Post a Comment

Previous Post Next Post