શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઈલ બેંક પર 6 મહિના માટે નિયંત્રણો લદાયાસુલતાનપુરમાં આવેલી અને મૂળ ડભોઈની Shree Mahalakshmi Mercantile Bank (શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંક) પર 6 મહિના માટે RBI દ્વારા નિયંત્રણો લાદવામાં આવ્યાની નોટિસ ફટકારવામાં આવી છે. આ બેંકની આર્થિક સ્થિતિ નબળી થતાં RBIએ નોટિસ ફટકારી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. જેથી આ બેંકના ખાતેદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી.

shree mahalakshmi mercantile bank restrictions

શહેરના સુલતાનપુરામાં આવેલ Shree Mahalakshmi Mercantile Bank પર ખાતેદારોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી. RBI દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે કે જ્યાં સુધી બેંક દ્વારા સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી ખાતેદારોની છ મહિનામાં માત્ર 30 હજાર રૂપિયા ઉપાડી શકશે, તેવી નોટિસ આપવામાં આવી છે. જેને પગલે ખાતેદારો પોતાના નાણાં લેવા બેંક પર દોડી આવ્યા હતા. RBI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે બેંકની આર્થિક હાલતમાં સુધારો નહીં આવે ત્યાં સુધી જ આ નિયંત્રણો રહેશે. RBI દ્વારા બેન્કિંગ નિયંત્રક ધારા 1949 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભક્તો તરફથી મળેલું દાન ગણીને થાકી ગયા કર્મચારીઓ !

Reserve Bank Of India (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા)એ ડભોઇની શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંક સામે 6 મહિના માટે નિયંત્રણો લાધ્યાની નોટિસ બહાર પાડી છે. બેંકની આર્થિક સ્થિતિ નબળી જણાતા RBIએ પગલા લીધા છે. જો કે આરબીઆઇએ સ્પષ્ટતા કરી છે કે બેંકની આર્થિક હાલતમાં સુધારો નહીં આવે ત્યાં સુધી જ આ નિયંત્રણો રહેશે. આ કાર્યવાહીને પગલે આજે ડભોઇ અને વડોદરાના ખાતેદારોમાં દોડધામ મચી હતી. બેકિંગ નિયંત્રક ધારા, 1949 હેઠળ કાર્યવાહી હાથ ધરાઇ છે. આ અંગેની નોટિસ 2 માર્ચે જાહેર થઇ હતી.

થાપણ ધારકોની થાપણ વીમાથી રક્ષિત

આ બેંકમાં મુકેલ થાપણદારોની 5 લાખ સુધીની થાપણો DICGC દ્વારા વીમાંથી રક્ષિત છે. તેવું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વાર બહાર પાડવામાં આવેલ નવી માર્ગદર્શિકા મુજબ છે. હાલમાં ખાતેદાર કે અન્ય વ્યક્તિ બેંકમાંથી માત્ર 30 હજાર રૂપિયા જ ઉપાડી શકશે અને હવેથી બેંક કોઈ લોન ને મંજૂરી આપી શકશે નહીં કે તેને રિવ્યુ કરી શકશે નહીં. નવું રોકાણ પણ નહીં કરી શકે તેવી જાહેરાત કરાઈ છે. આ બેંકમાં હાલમાં થાપણ ધારકો પોતાના બેંક લોકર પણ બંધ કરાવી રહ્યા છે.

RBI નોટિસ મુજબ કામગીરી

આ સમગ્ર મામલે બેન્ક મેનેજર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આ બાબતે માત્ર RBIની નોટિસ મુજબ કામ કરી રહ્યા છીએ અને અન્ય વિગતો હેડ ઓફીસ ડભોઇથી મળશે તેવું કહી વાતને ટાળી હતી. ત્યારે હવે એ જોવાનું એ રહેશે કે આ બેંક દ્વારા જેટલા પણ ખાતેદારો છે. તેઓને આવનાર સમયમાં ક્યાંકને ક્યાંક પોતાના નાણાં હોવા છતાં ઉપાડી નહીં શકે તેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે બેંક દ્વારા RBIની સ્પષ્ટતા થાય છે કે કેમ તે જોવું રહ્યું.

ગુજરાતના લાખો વીજળી વપરાશકર્તા ને મોટો ઝટકો ! 

આરબીઆઇની ગાઇડલાઇન મુજબ ખાતેદાર કે અન્ય વ્યક્તિઓ વધુમાં વધુ રૂ.30 હજાર જ ઉપાડી શકશે. હવેથી બેંક કોઇ લોનને મંજૂરી આપી શકશે નહીં કે તેને રિન્યૂ કરી શકશે નહીં, નવું રોકાણ નહીં કરી શકે, કોઇ ઉધાર ફંડ લઇ શકશે નહીં, નવી ડિપોઝિટ પણ લઇ શકશે નહીં, કોઇ ચૂકવણી કે તેના માટે સંમતિ આપી શકશે નહીં, અકસ્માયતો કે મિલકતોનું વેચાણ, તબદિલી કરી શકશે નહીં, ડિપોઝિટર વીમાનો ક્લેઇમ રૂ.5 લાખની મર્યાદામાં મેળવી શકશે. જેના લીધે વેપારી, ઉદ્યોગકારોમાં રોષ ફેલાયો હતો. અન્ય કેટલાક લોકો હવે શું કરવું તેની મુંઝવણમાં મૂકાઇ ગયા હતા. મહાલક્ષ્મીબેંકની શાખાઓ ડભોઇ ઉપરાંત છોટાઉદેપુરના ક્લબ રોડ, વડોદરામાં ન્યૂ લહેરીપુરા રોડ ખાતે પણ કાર્યરત છે. જ્યાં સવારથી ભીડ જામી હતી.

RBI Press Note: Click Here

Note :

किसी भी हेल्थ टिप्स को अपनाने से पहले डॉक्टर की सलाह अवश्य ले. क्योकि आपके शरीर के अनुसार क्या उचित है या कितना उचित है वो आपके डॉक्टर के अलावा कोई बेहतर नहीं जानता


Post a Comment

Previous Post Next Post