ગુજરાતના લાખો વીજળી વપરાશકર્તા ને મોટો ઝટકો !



હેલો મિત્રો, અત્યાર ના સમયમાં મોંઘવારી એક ખુબ મોટો મુદ્દો છે. આજે અમે વધુ એક ખરાબ સમાચાર લઇ ને આવ્યા છીએ મળતી જેના થી લાખો લોકો ને અસર કરશે.

ગુજરાતના લાખો વીજળી વપરાશકર્તા ને મોટો ઝટકો !

ગુજરાતના લાખો વીજળી વપરાશકારો પર મોંધવારીનો વધુ એક માર, UGVCL એ FPPPA ચાર્જમાં વધારો કર્યો છે તેણે યુનિટે 25 પૈસાનો વધોરો ઝિંક્યો છે


  • ગુજરાતના લાખો વીજ ગ્રાહકો પર મોંધવારીનો માર
  • UGVCL એ FPPPA ચાર્જમાં વધારો કર્યો 
  • UGVCL એ યુનિટે 25 પૈસાનો વધારો કર્યો 


ગુજરાતના લાખો વીજ ગ્રાહકો પર મોંધવારીનો વધુ એક માર પડ્યો છે. રાજ્યમાં UGVCL એ FPPPA ચાર્જમાં વધારો ઝિંક્યો છે.  તમને જણાવી દઈએ કે, UGVCL એ યુનિટે 25 પૈસાનો ભારે વધારો કર્યો છે. જાન્યુઆરી 2023થી નવો ભાવ વધારો લાગુ પડશે.

UGVCL એ યુનિટે 25 પૈસાનો ભારે વધારો કર્યો 

UGVCL એ FPPPA ચાર્જમાં વધારો કર્યો છે તેણે યુનિટે 25 પૈસાનો વધોરો ઝિંક્યો છે. યુજીવીસીએલના ગ્રાહકોને વધુ એક મોંઘવારીનો માર અડ્યો છે. જાન્યુઆરી 2023થી નવો ભાવ વધારો લાગુ પડશે અને 200 યુનિટ વીજ વપરાશકારનું બીલ 50 રુપિયા વધારે આવશે. તમને જણાવી દઈએ કે, ખેત વપરાશની વીજળીમાં ભાવ વધારો હાલ લાગું નહીં.




ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમેટેડે એફપીપીપીએમાં કરેલો આ વધારો સૌથી મોટો વધારો છે. તેને કારણે ગ્રાહકોને માથે મહિને 245.8 કરોડનો વધારાનો બોજ આવશે. માસિક બોજ રૂ. 2950 કરોડનો થવા જાય છે. જીયુવીએનલએ હેઠળની વીજ કંપનીઓ દર ત્રણ મહિને વીજદરમાં પોતાની રીતે 10 પૈસા વધારી શકે છે. આ વખતે 10 પૈસા ઉપરાંત વીજગ્રાહકો પાસેથી બાકી લેવાના નાણાં પેટે યુનિટદીઠ બીજા 15 પૈસાની વસૂલી કરવાની છૂટ આપવામાં આવી હતી.

આશરે વીજ બિલમાં કેટલો વધારો આવશે ?

અમારા અનુમાન મુજબ જાન્યુઆરી 2023થી  જે લોકો 200 યુનિટ વપરાશ કરતા હશે એને આશરે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

જનતા કમરતોડ મોંઘવારીથી પરેશાન

એક તરફ લોકો કમરતોડ મોંઘવારીથી પરેશાન છે. અમુક ઉપયોગી રોજિંદી વસ્તુઓ પર GST લગાવી દેતા ભાવ વધારાથી જનતા પરેશાન થઇ ગઇ છે. દૂધ, દહીં, લોટ, અનાજ સહિતની તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓ મોંઘી દાટ થઇ ગઇ છે અને એમાંય વળી ગેસ સહિત UGVCLએ વીજબિલમાં ભાવવધારો કરતા જનતાએ મોંઘવારીનો વધુ એક માર સહન કરવો પડશે.


Note :

किसी भी हेल्थ टिप्स को अपनाने से पहले डॉक्टर की सलाह अवश्य ले. क्योकि आपके शरीर के अनुसार क्या उचित है या कितना उचित है वो आपके डॉक्टर के अलावा कोई बेहतर नहीं जानता


Post a Comment

Previous Post Next Post